પોઝિટિવ સ્ટોરી એક ઝાંખી

લેખકના આગામી પ્રવચનો

સહજ દાહોદ અને દાહોદ ભગિની સમાજના સંયુક્ત ઉપક્રમો
પોઝિટિવિટી : હૃદયમાંથી અમલમાં
વક્તા શ્રી રમેશ તન્ના
તારીખ : 19 ઓગસ્ટ 2023
સમય : 4:00 થી 6:00,  સ્થળ દાહોદ ભગીની સમાજ અમીન પેટ્રોલ પંપની બાજુમાં, દાહોદ

ધી ઓરિએન્ટ કલબ
મનનું મોતી વ્યાખ્યાન માળા
વિષય : "હકારાત્મકતા" વ્યક્તિથી સમાજ સુધી
વક્તા શ્રી રમેશ તન્ના
તારીખ : 27 ઓગસ્ટ 2023
સમય : 6 સાંજે પ્રવેશ નિશુલ્ક

આગામી કાર્યક્રમો

પ્રિય સહદય-સ્વજન વૈશ્વિક ગુજરાતી સંગઠન (ગ્લોબલ ગુજરાતી ફેડરેશન) તરફથી યોજાયેલા સૅલ્યુટ ઇન્ડિયા એવોર્ડ વિતરણ સમારંભમાં આપને પધારવા આમંત્રણ છે.
સંવેદનશીલ પ્રતિભદ્ર 'વિશ્વમાનવી' ઓને પોંખવા તથા અવસરની માણવા અચૂકપધારશો.
માનવંતા મહેમાનો
  • શ્રી કિરીટભાઈ પરમાર (મેયર અમદાવાદ)
  • શ્રી રામજીભાઈ પટેલ (અમેરિકા)
  • નિશીથ મહેતા (ભાવનગર)
સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ સમારંભ
સ્થળ : જે.બી. ઓડિટોરિયમ, એએમએ (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) અટીરાની બાજુમાં, આઇઆઇએમ રોડ, અમદાવાદ
સમય : સાંજે 6.00 થી 8.00, 13 મી ઓગસ્ટ 2023, રવિવાર (ઢળતા બપોરે 4:30 થી 5:30 અલ્પાહાર અને સમાજનાયક સંમેલન)
નિમંત્રક : અનિતા - રમેશ તન્ના

લેખકનો પરિચય

રમેશ તન્ના

રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે. પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર  સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું.

1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે.

સમાજ શ્રેણીની પુસ્તકો

ઑફર 30 સપ્ટેમ્બર 2023 સુધી ઉપલબ્ધ છે.

આ શ્રેણીનાં તમામ દસ પુસ્તકોની યોજના : 50 ટકા વળતર

  • આ શ્રેણીનાં પુસ્તકોએ સમાજ પર મોટી હકારાત્મક અસર કરી છે. વાચકોએ આ પુસ્તકો હોંશે-હોશે વાંચ્યાં છે અને વાંચી રહ્યા છે. ભેટ આપવા માટે પણ આ શ્રેણીનાં પુસ્તકો ઉત્તમ ગણાય છે. આ પુસ્તકોને પારિતોષિકો મળ્યાં છે.

  • કોઈની હતાશા ગઈ છે તો અનેક લોકોને જીવન જીવવાની નવી દિશા મળી છે.

  • કોરોનાકાળમાં આ શ્રેણીનાં પુસ્તકોએ સેંકડો લોકોને હિંમત અને બળ આપ્યાં હતાં. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ-એસવીપી હૉસ્પિટલ સહિત ઘણાં સ્થળોએ દર્દીઓએ આ પુસ્તકો વાંચીને મનોબળ ટકાવી રાખ્યું હતું.

ગુણીજનોના પ્રતિભાવો

પોઝિટિવ સ્ટોરી શ્રેણીના પુસ્તકો વિશે પ્રતિભાવ

❝સમાજમાં ક્યાં ક્યાં સારું કામ થઈ રહ્યું છે તે જાણવું હોય તો રમેશ તન્ના પાસે જવું પડે. પૉઝિટિવ સ્ટોરીઝ્નાં પુસ્તકો સ્વસ્થ સમાજની દિશા ચીંધનારાં છે. લેખક પાસે યુધિષ્ઠિર દૃષ્ટિ છે. સમાજની સારપ અને માનવતાને 10 પુસ્તકોમાં તેમણે સમેટી લીધી છે.❞

- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ

(સાહિત્યકાર-ચિંતક)

❝ રમેશ તન્ના પોઝિટિવિટીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની પ્રવૃત્તિ ગણે છે. માનવતાનું સરવૈયું સમજાવતા સંતોએ જે કામ કર્યું હતું તે રમેશ તન્ના જેવા પત્રકારો કરી રહ્યા છે. શુભમાં શ્રદ્ધા જગવતી શેરીમાં વિહરતા આ લેખકની નજર માનવકલ્યાણનાં સરનામાં શોધે છે. ❞

- શ્રી રઘુવીર ચૌધરી

(જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સર્જક)

પાઠ્યપુસ્તકો

લોરેમ ઇપ્સમનો ઉપયોગ કરવાનો મુદ્દો એ છે કે તેમાં વધુ કે ઓછા સામાન્ય છે.

સરળ વળતર

લોરેમ ઇપ્સમનો ઉપયોગ કરવાનો મુદ્દો એ છે કે તેમાં વધુ કે ઓછા સામાન્ય છે.

પુસ્તક મેળાઓ

લોરેમ ઇપ્સમનો ઉપયોગ કરવાનો મુદ્દો એ છે કે તેમાં વધુ કે ઓછા સામાન્ય છે.

ઇ-રીડિંગ

લોરેમ ઇપ્સમનો ઉપયોગ કરવાનો મુદ્દો એ છે કે તેમાં વધુ કે ઓછા સામાન્ય છે.

Mauris aliquet

Coming Soon

There are many variations of passages of lorem ipsum available.

Commodo integer

Latest Articles

There are many variations of passages of lorem ipsum available.